મોરબી : બાઈક પંચર કરાવવા જતા ત્રણને ટ્રકે ઠોકરે ચડાવ્યા: બેના કમકમાટીભર્યા મોત
તહેવારોની મોસમ ચાલી રહી છે લાંબા સમયથી લોકો મેળાની રાહ જોતા હતા તે મેળાની મોસમ આજથી જામે તે પૂર્વે જ મોરબી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં નીચી માંડલ ગામના રહેવાસી સુનીલ લાખાભાઈ પરસાડીયા (ઉ.વ.૧૯), નયન રાજેશભાઈ લાંબડીયા (ઉ.વ.૧૪) અને કરણ ભરતભાઈ લાંબડીયા (ઉ.વ.૧૫) એમ ત્રણ નીચી માંડલ ગામ નજીક તળાવીયા શનાળા બાયપાસ પાસે બાઈકમાં પંચર રીપેરીંગ માટે જતા હતા ત્યારે પુરપાટ વેગે આવતા ટ્રકના ચાલકે બાઈક સહીત ત્રણેયને ઠોકરે ચડાવ્યા હતા જે ગમખ્વાર અકસ્માતમાં સુનીલ પરસાડીયા અને નયન લાંબડીયાને સારવાર મળે તે પૂર્વે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા તો કરણ લાંબડીયા નામના સગીરને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી છે તો તહેવારના સપરમાં દિવસોમાં સગીર સહીત બેના મોત થતા બંને પરિવારોમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા





