
મોરબીના રવાપર રોડપર રહેણાક મકાનમાં પત્તા ટીંચતા ૪ ઝડપાયા
મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારા રવાપર રોડ ખાતે આવેલા એવન્યુ પાર્ક શેરી નં.૧માં પોતાના રહેણાક મકાનમાં જુગાર રમવાના સાધનો અને સામગ્રી પૂરી પાડીને જુગાર ધામ ચલાવી રહ્યો છે. જેને પગલે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા.

જ્યાં આરોપીઓ સુનીલભાઈ જેઠાલાલભાઈ પુજારા, કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ, અજયભાઈ મહેશભાઈ દવે અને હિતેષભાઈ હર્ષદભાઈ મહેતા રંગે હાથ જુગાર રમતા ઝડપાયા હતા. જેથી મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગંજીપતાના પાના નંગ-૫ર અને રોકડા રૂપિયા ૪૧,૦૦૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








