
લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો
શિક્ષક દિન નિમિતે લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સ પરિવાર મોરબી,ટંકારા,તેમજ હળવદના શિક્ષકોનો સારસ્વત શિક્ષક સન્માન સમારોહ ની આયોજન કરવામાં આવ્યું જેમાં 20 જેટલા લાયન્સ પરિવાર નાં શિક્ષકોને સાલ ઓઢાડી, સન્માન પત્ર આપી અને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું

આ તકે ખાસ ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ ના સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ડિષ્ટ્રિકટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, જોન ત્રણના ઝોન ચેરપર્સન ડૉ પ્રેયશભાઈ પંડ્યા, લાયન્સ ક્લબ મોરબી સીટી ના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા લાયન્સ ક્લબ મોરબી નજરબાગના પ્રમુખ પિયુષભાઈ સાણજા, તેમજ લિયો કલબ મોરબી સીટી ના પ્રમુખ ભાવિશા સરળવા લિયો દીપ મણિયાર તેમજ લાયન્સ ક્લબ મોરબી પરિવારના સર્વે મિત્રોની ઉપસ્થિતિમાં શિક્ષક મિત્રોનો ખૂબ જ માન સન્માન સાથે સન્માનનો કાર્યક્રમ શેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ,ન્યૂપેલેશ મોરબી બે, ખાતે યોજાયો આ કાર્યક્રમને સફળ બનાવવા શેવી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડ, તેમજ સર્વે લાયન્સ મિત્રોએ જહેમત ઉઠાવેલ કાર્ય કર્મનું સંચાલન , લક્ષ્મીનગર નર્સિંગ સ્કૂલ નાં ટ્રસ્ટી રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ તેવું લાયન્સ ક્લબ મોરબી સિટી નાં સેક્રેટરી ટી.સી.ફુલતરીયા સાહેબે જણાવેલ









