
રાણેકપર પ્રાથમિક શાળામાં શિક્ષક દિન અને જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી

આજરોજ 5 સપ્ટેમ્બર શિક્ષક દિને રાણેકપર પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી અને ત્યારબાદ જન્માષ્ટમીની રંગરંગ ઉજવણી કરવામાં આવી. રાણેકપર પ્રાથમિક શાળા વિવિધ દિવસોની ઉજવણીમાં મોખરે હોય છે. આજે 5 સપ્ટેમ્બર એટલે નાના ભૂલકાઓને શિક્ષક બનવા માટેનો આનંદ કંઈક અનેરો જ હોય છે. સૌપ્રથમ ધો.3 થી 8 ના બાળકો શિક્ષક બની વિવિધ બાળકોને ભણાવવાની મજા માણી.ત્યારબાદ હિન્દુ લોકોના પવિત્ર તહેવાર એવા ગોકુળઆઠમ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી શાળા પરિવાર કરવામાં આવી. ગામની શેરી-ગલીઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી.જેમાં ગ્રામજનો પણ કાનુડાના તાલે જુમી ઉઠ્યા. શોભાયાત્રા પૂર્ણ કરી

શાળાના પરિસરમાં “મટકી ફોડ” નું આયોજન કરવામાં આવેલું.જેમાં ગામના યુવાનો અને શાળાના બાળકો દ્વારા ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અનિલભાઈ પનારા, અશ્વિનભાઈ રણજીતભાઈ,અંજનાબેન તથા આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન કરનાર નરેન્દ્રભાઈ કુબાવત એ ખુબ જહેમત ઉઠાવી હતી.અંતમાં

ચોમેર “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના નાદ થી રાણેકપર ગામ અને રાણેકપર શાળા ગુંજી ઉઠી.








