
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ ઇસમો ઝડપાયા
અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટરશ્રી તથા પો.સબ.ઇન્સ.શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી. મોરબીના એ.એસ.આઇ. જીજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ.કોન્સ શકિતસંહ ઝાલા તથા નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ, સંજયભાઇ રાઠોડને સયુક્તમાં અગાઉથી ખાનગી રાહે હકિકત મળેલ કે, ગોરધનભાઇ છનાભાઇ કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળા રાતાવીરડા ગામની સીમ ભીમગુડા જવાના મારગે નવા બનતા કારખાના પાછળ ખેતરની પોતાના કબ્જા ભોગવટા ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત અન્વયે આજરોજ રેઇડ કરતા કુલ-૧૨ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગંજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૪,૫૨,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧.) ગોરધનભાઇ છનાભાઇ અબાસણીયા ઉવ.૪૨ રહે. રાતાવીરડા તા.વાંકાનેર (૨.)છગનભાઇ સતાભાઇ મુંધવા ભરવાડ ઉવ.૩૩ રહે.સરતાનપર તા.વાંકાનેર (૩) ચંદુભાઇ સોમાભાઇ રીબડીયા ઉવ.૩૦ રહે.રાતાવીરડા તા.વાંકાનેર(૪) પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા ઉવ.૪૫ રહે.મોરબી વાવડી રોડ કૃષ્ણનગર સોસાયટી(૫) શાંતિદાસ વજેરામભાઇ દુધરેજીયા ઉવ.૩૩ રહે.જુના રાતાવીરડા તા.વાંકાનેર જી.મોરબી(૬) કૌશિકભાઇ મહેશભાઇ કંઝારીયા ઉવ.૨૦ રહે.ગોર ખીજડીયા તા.જી.મોરબી,(૭.)જગદિશભાઇ ખીમાભાઇ રબારી ઉવ.૩૨ રહે.મકનસર સીતારામ સોસાયટી તા.જી.મોરબી(૮) કમલેશભાઇ છગનભાઇ સંઘાણી ઉવ.૪૨ રહે.મોરબી પંચાસર રોડ નિરવ પાર્ક( ૯.)મીઠાભાઇ રણછોડભાઇ રાવા ઉવ.૨૮ રહે.ત્રાજપર સિલ્વર પાર્ક સોસાયટી તા.જી.મોરબી(૧૦) મયુરભા પ્રવિણભા ગઢવી ઉવ.૨૮ રહે.રફાળેશ્વર સોનલ સોસાયટી તા.જી.મોરબી(૧૧) મુકેશભાઇ રેવાભાઇ રાતડીયા ઉવ.૩૫ રહે.મહેન્દ્રનગર વાણીયા સોસાયટી જી.મોરબી(૧૨)રાજ કનુભાઇ રતન ઉવ.૨૬ રહે.રફાળેશ્વર તા.જી.મોરબી વાળા ને પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે
કામગીરી કરનાર અધિકારી કર્મચારી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી,કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી.પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.








