GUJARATMORBI

મોરબી ના જેતપર રોડ પર આવેલ ઇમ્પેલર કવાર્સ કારખાના ની ઓફિસ જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબી ના જેતપર રોડ પર આવેલ ઇમ્પેલર કવાર્સ કારખાના ની ઓફિસ જુગાર રમતા આઠ ઝડપાયા


મોરબીના જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી. કારખાનાની ઓફીસમાંથી જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે ૮ ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલ.સી.બી. પોલીસને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે બાતમી મળેલ કે, મયુરભાઇ કેશવજીભાઇ પટેલ રહે. મોરબી વાળો જેતપરરોડ, બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઇમ્પેલર કવાર્સ એલ.એલ પી. કારખાનાના લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે આજે રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો મયુરભાઇ કેશવજીભાઇ પટેલ ઉ.વ. ૩૧ રહે. વેલકમ પ્રાઇડ રવાપર ઘુનડારોડ, મોરબી, કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ ઉં.વ. ૩૮ રહે. વૈભવનગર, શનાળા બાયપાસરોડ મોરબી, પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ ઉ.વ. ૪૨ રહે. અવનીચોકડી, શ્યામપાર્ક, મોરબી, હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ ઉ.વ.૩૭ રહે. દિવ્યજીવન સોસાયટી, મોરબી, નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ ઉ.વ. ૩૮ વિવેકાનંદ નગર, નિલકંઠ સ્કૂલ સામે મોરબી,
અંકુરભાઇ ગણેશભાઇ પટેલ ઉ.વ.૩૮ રહે.શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબી, અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ ઉ.વ. ૪૩ રહે. ખોડીયારપાર્ક આલાપરોડ મોરબી, શૈલેષભાઇ મનજીભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે. શ્યામપાર્ક, કેનાલરોડ, મોરબીવાળાને રોકડા રૂ.૩,૫૨,૨૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button