
મોરબી -મચ્છીપીઠ વિસ્તારમાં ખડકી દેવાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો હટાવવા તંત્રએ નોટીસ આપી હતી છતાં દબાણ હટાવવા આસામીઓએ કોઈ પહેલ કરી ના હતી જેથી આજે પોલીસ બંદોબસ્ત સાથે રાખી તંત્રએ દબાણ હટાવ્યા હતા

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આજે કાચા પાકા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી વિસ્તારમાં ૮૪ જેટલા આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણો દુર કરવા જણાવ્યું હતું જોકે આસામીઓએ દબાણો હટાવવા કોઈ કાર્યવાહી કરી ના હતી જેથી આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની ટીમે પોલીસના બંદોબસ્તને સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી કરી હતી દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું તેમજ મોરબી શહેરમાં અન્ય દબાણો હટાવવા સ્પેશ્યલ ટીમ બનાવવા અંગે પાલિકાએ નિર્ણય કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે








