
નવી દિલ્હીઃ સિમ કાર્ડને લઈને સરકાર દ્વારા ફરી એક વખત કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે એકવાર ફરી નવા સિમ કાર્ડ ખરીદવા માટેના નિયમો કડક કરી દીધા છે. આ નવા ફેરફાર સિમ યુઝર્સની સાથે સાથે જ દુકાનદારો પર પણ લાગુ થશે કે જેઓ સિમ કાર્ડ વેચે છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે સરકારે શું નવા ફેરફારો કર્યા છે.
દુરસંચાર વિભાગ (DoT) દ્વારા સિમ કાર્ડના વેચાણને લઈને કેટલાક નવા નિયમ બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતમાં સિમ કાર્ડ કેવી રીતે વેચવા તેમજ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશેના નવા નિયમોનો સમાવેશ થાય છે. આ નવા નિયમ પ્રમાણે લોકોને સિમ કાર્ડ ખરીદવા અને તેને એક્ટિવ કરવા માટેની સિસ્ટમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
દુરસંચાર વિભાગ દ્વારા આ માટે બે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યા છે. જો ભારતમાં સિમ કાર્ડના વેચાણ અને ઉપયોગ માટે નવા નિયમોને જોડી જાહેર કરવામાં આવ્યા છે. સરકારે ટેલિકોમ કંપનીઓને સિમ કાર્ડ વેચતી દુકાનોનું ફરીથી વેરિફિકેશન કરવા જણાવ્યું છે.
જ્યાં એક સર્કુલરમાં સિમ કાર્ડ યુજર્સ માટેની ગાઈડલાઈન આપવામા આવી છે. તો બીજા સર્કુલરમાં ટેલીકોમ કંપનીઓ જેવી કે એરટેલ અને જીઓ માટે છે. આશા છે કે આ નિયમ ભારતમાં સિમ કાર્ડ વેચાણ કરવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે છે.
નવા નિયમોનો ઉદ્દેશ્ય ભારતમાં સિમ કાર્ડ વેચાણની પ્રક્રિયામાં સુરક્ષાને મજબુત કરવાની છે. નવા નિયમ એવા છે, જો સિમ કાર્ડ વેચાણ કરતી દુકાનો માટે નવા અને વધારે કડક કેવાયસીને ફરજીયાત કરી છે.
આવી પરિસ્થિતિમાં જો એરટેલ અને જીઓ જેવી ટેલીકોમ કંપનીઓ પોતાના સિમ કાર્ડ વેચાણ કરનારી દુકાનદારોએ પુરી રીતે KYC પ્રક્રિયા પુરી કરવાની રહેશે. જો કોઈ આ નવા નિયમોને અપનાવશે નહી તેવી દરેક દુકાનદાર પાસેથી 10 લાખનો દંડ વસુલવામાં આવશે.
આ સાથે એરટેલ અને જીઓ જેવી કંપનીઓનો આ વાત પર ખાસ નજર રાખવામાં આવશે કે તેનું સિમ કાર્ડ કોણ ચલાવી રહ્યુ છે અન કોને વેચવામાં આવ્યુ છે. આ સિવાય દુરસંચાર વિભાગે નિર્ધારિત કર્યુ છે કે આસામ, કાશ્મીર અને ઉત્તર પુર્વ જેવા કેટલાક વિસ્તારોમાં દુરસંચારના ઓપરેટરો પહેલા દુકાનો પર પોલીસ વેરીફિકેશન શરુ કરશે. ત્યાર બાદ જ તેમને નવા સિમ કાર્ડ વેચવાની પરવાનગી આપવામાં આવશે.