
કોબા શાળાનાં બાળકો દ્વારા રક્ષાબંધન ની ઉજવણી ઉત્સાહ ભેર કરવામાં આવી.
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે.રક્ષાબંધન તેના પૌરાણિક ઉત્પત્તિથી આગળ વધે છે અને ભારતમાં સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ ધરાવે છે. તે માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ભાઈ-બહેન વચ્ચેના અનોખા બંધનની ઉજવણી છે. આ તહેવાર દરેક સુખ-દુઃખમાં એકબીજાની રક્ષા અને સંભાળ રાખવાની ભાઈઓ અને બહેનોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.આજના આ કાર્યક્રમ ને અલગ રીતે ઉજવવામાં આવ્યો.જેમાં બાળકો મેદાનમાં બેસી ને રાખડી નો આકાર બનાવી ૮૦ ફૂટ ની રાખડી બનાવી.શાળાના આચાર્યશ્રી ડો ધર્મેશ પટેલ દ્વારા આજના દિવસનો મહિમા ની સમજ આપી.