GIR SOMNATHGIR SOMNATH

લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ તથા નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો

ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત શ્રી પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાન પિપાસા વધારવા ગીર સોમનાથ જિલ્લાના ધો.8 થી 12 ના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે જિલ્લા કક્ષા ના નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝનું તથા નેશનલ સાયન્સ સેમિનાર નું આયોજન કરવામાં આવેલ હતું.
આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાન કાનભાઈ ગઢીયા (પ્રમુખ અ.ભા.કો. સમાજ) દિનેશભાઈ રામાણી (આચાર્ય એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ) તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.રૂરલ આઈ. ટી. ક્વિઝમાં 51 શાળાના 173 જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા. આ કવિઝમાં વ્યક્તિગત બાળકોને 15 જેટલા વૈકલ્પિક પ્રશ્ર્નો લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવેલ. આ ક્વિઝ નું સંચાલન પ્રતિકભાઇ ધારૈયા (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલ – વેરાવળ) દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કુલ 35 શાળાઓના 140 બાળકોમાથી શ્રેષ્ઠ 15 બાળકોને રાજયકક્ષાની ક્વિઝ માટે પસંદ કરવામાં આવેલા. જેમાં પ્રથમક્રમે પાર્થ જેસાણી તથા આશિષ મોટવાણી (સોમનાથ ઈંગ્લિશ મીડીયમ સ્કુલ – કોડીનાર) દ્વિતીયક્રમે રોહિત યાદવ (આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કૂલ-વેરાવળ) તૃતીયક્રમે અંશ પાલ (આદિત્ય બિરલા આયર સેકન્ડરી સ્કૂલ- વેરાવળ) તથા કોરડીયા બ્રિજેશ (શિશુ મંદિર સ્કૂલ- વેરાવળ) આવેલ હતા. જેમને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં સામેલ તમામ બાળકોને પ્રમાણપત્ર તથા બોલપેન એનાયત કરવામાં આવેલ. શ્રેષ્ઠ 15 વિદ્યાર્થી ને રાજ્યક્ક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝમાટે પસંદ કરવામાં આવેલ. તેમજ આ આ સાથેના બીજા કાર્યક્રમ નેશનલ સાયન્સ સેમિનાર વિશે જણાવતા તેમણે જણાવ્યું કે આ વર્ષના સાયન્સ સેમિનારનો વિષય ” અન્ન : એક શ્રેષ્ઠ આહાર કે ભ્રમણા?”હતો.આ સેમિનારમાં ૨૭ શાળાના ૩૭ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમાંકે આદિત્ય બિરલા હાયર સેકન્ડરી સ્કુલ- વેરાવળ ની વિદ્યાર્થિની જોષી વિશ્વાબેન સી, દ્વિતીય ક્રમાંકે ધોકડવા માધ્યમિક શાળા- ધોકડવા ની વિદ્યાર્થીની શિયાળ ભૂમિકાબેન એ, તથા તૃતીય ક્રમાંકે સરસ્વતી વિદ્યા મંદિર- સુપાસી ના વિદ્યાર્થી કામળિયા નિલેશભાઈ બી. આવેલ હતા. આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે ડી.ડી પોપટ (ધોકડવા માધ્યમિક શાળા-ધોકડવા ) રાહુલભાઈ ઉપાધ્યાય (શ્રી સરસ્વતી વિદ્યા મંદિર – સુપાસી) પ્રવીણભાઈ મલ્લી (એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ) એ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર,પેન અને વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી.જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાની સાયન્સ સેમિનાર સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના એકેડેમીક કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા તથા સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સામેલ થયેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button