
મોરબીના વાઘપર (પીલુડી) ગામે મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામના રહેણાંક મકાનમાં રેડ કરી તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ જથ્થો જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાઘપર (પીલુડી) ગામે રહેતા જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજાના રહેણાંક મકાનના દારૂ હોવાની બામતી મળતા ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાનના બેઠકરૂમ ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની દારૂની પેટી નંગ ૦૯ કુલ દારૂની બોટલ ૧૦૮ કીમત રૂ ૪૩,૯૮૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તો રેડ દરમિયાન આરોપી જોગેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








