
જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજય લોરીયાએ અઢી વર્ષ કામગીરી નો હિસાબ રજુ કર્યો

મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે મોરબી જિલ્લાના કામો માટે કુલ ૨૯૦ કરોડ ૬૨ લાખ મંજૂર થયા હતા જેમાં મોરબી માળિયા માટે 115 કરોડ મંજૂર કરાયા હતા આ તકે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા સાહેબ, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો આભાર વ્યક્ત કર્યો છે

મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના કુલ ૧૭૧ કામો મંજૂર થયા હતા જે પૈકી ૧૩૭ કામો પૂર્ણ કર્યા છે અને ૩૨ કામો હાલ પણ કાર્યરત છે જ્યારે અન્ય ૧૨ કામો સંજોગો વસાત હાલ પેંડીગ છે જે ટૂંક સમયમાં હાથમાં લઇ લેવામાં આવશે આ તકે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય દરમ્યાન બાંધકામ સમિતિના ચેરમેન પદે પ્રજાની સેવાનો મોકો આપ્યો એ બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ વડીલોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે








