
મોરબી મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ એલ.સી.બી. પી.આઇ. ડી.એમ, ઢોલને સુચના આપતા પીઆઈ તથા પી.એસ.આઇ. કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી પંચાસર રોડ, સ્કાયવ્યુ- બી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૨ માં જુગાર રમતા કુલ ૬ ઇસમોને રોકડા રૂપીયા-૧૪,૭૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલને ખાનગી રાહે હકિકત મળેલ કે, જયસુખભાઇ મહાદેવભાઇ પટેલ (રહે. મોરબી પંચાસર રોડ, પ્રમુખ સ્વામીની પાછળ સ્કાયવ્યુ.બી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૨) પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાન/ફલેટમાં બહારથી માણસો બોલાવી ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે, જે હકિકત આધારે ઉપરોકત ફલેટમાં રેઇડ કરતા જયસુખભાઇ મહાદેવભાઇ પટેલ (રહે. મોરબી પંચાસર રોડ,સ્કાયવ્યુ-બી એપાર્ટમેન્ટ), જયેશભાઇ કાનજીભાઇ પટેલ (રહે. નાની વાવડી ગામ તા.જી.મોરબી), દિપકભાઇ રાઘવજીભાઇ પટેલ (રહે. મોરબી નંદનવન એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૩), વિપુલભાઇ અંબારામભાઇ પટેલ (રહે. મોરબી સુભાષનગર સોસાયટી), જયદિપભાઇ પ્રવિણભાઇ રજપુત (રહે. મોરબી પંચવટી સોસાયટી-૧) તથા નિતીનભાઇ વલ્લભભાઇ પટેલ (રહે. મોરબી જયઅંબે સોસાયટી શેરી નં-૧) નામના ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડા રૂ.૧૪,૭૫,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.





