
શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાન અને રિલાયન્સ jio ડિજિટલ કંપની ના સયુંકત ઉપક્રમે રોજગારી ની જરૂરિયાત ધરાવતા મહિલાઓ માટે રોજગારી નિર્માણ કાર્યક્રમ નો શુભારંભ. શ્રી ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે મોરબી જીલ્લા રોજગાર અધિકારી મનીષાબેન , તથા જુદા જુદા સરકારી વિભાગો ના અધિકારીશ્રીઓ અને રિલાયન્સ jio ના જિલ્લા મેનેજર સાહેબ તથા ટીમ, સંસ્થા ના પ્રમુખ, કાર્યકરો ની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો..આ તકે જિલ્લા રોજગાર અધિકારી મનીષાબેને જણાવ્યું હતું કે જે બહેનો ઘરે થી જવાબદારીઓ ને કારણે બહાર નીકળી ને નોકરી કરી શકતા નથી તેવા બહેનો ને ઘરે બેસી ને પોતાના અનુકૂળ સમયે મોબાઇલ થી કોલીંગ દ્વારા માર્કેટિંગ મારફતે સ્વમાનભેર આવક મેળવી શકે તેવા પ્રોજેક્ટ ના અમલીકરણ માટે સંસ્થા તથા રિલાયન્સ jio ટીમ ને અભિનંદન સાથે બિરદાવ્યા હતા . જિલ્લા બાળ સુરક્ષા એકમ માંથી ઉપસ્થિત અધિકારી ડો. વિપુલભાઈ શેરશિયા એ પણ પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે, બહેનો માટે અનુકૂળ સમયે અને પોતાના ઘરે થી જ આજીવિકા અપાવવા કામગીરી કરવી એ આજ ના સમય ની માંગ છે અને પારિવારિક જવાબદારીઓ ધરાવતા બહેનો પણ પોતાની ક્ષમતા મુજબ આવક મેળવી શકે એ પ્રયાસ ખરેખર સ્તુત્ય છે .અને બહેનો એ પણ આ પ્રોજેક્ટ નો લાભ લેવો જોઈએ કાર્યક્રમ ની રૂપરેખા આપતા સંસ્થા પ્રમુખ શ્રી પરેશભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે સંસ્થા સરકારી વિભાગો સાથે સંકલન દ્વારા મહિલાઓ ને રોજગારી અપાવવા સહિત સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવા પોતાનું સામાજિક ઉતરદાઈત્વ હમેશા નિભાવતી રહેશે..

આ કાર્યક્રમ માં રિલાયન્સ jio ના જિલ્લા મેનેજર શ્રી કુંજનભાઇ ભટ્ટ સાહેબે જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમ સંસ્થાની વિનંતી ને ધ્યાન માં લઈને જરૂરિયાતમંદ ગૃહિણીઓ પણ ઘેરથી જ કામગીરી કરી આવક મેળવી સ્વાવલંબી બની પોતાના પરિવાર ને મદદરૂપ બને એ માટે જ કંપની દ્વારા મંજૂરી આપી સંસ્થા મારફતે શરૂ કરવામાં આવેલ છે, જેમનો લાભ સંસ્થા ના માધ્યમ થી હકારાત્મક રીતે લેવા જણાવ્યું હતું , જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના જિલ્લા કો ઓર્ડીનેટર શ્રી મયુરભાઈ સોલંકી, દ્વારા પણ ઉદબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના અંત માં નગરપાલિકા મોરબી ના એન યુ એલ એમ મેનેજર શ્રી હરેશભાઈ ખડોદરા એ ઉપસ્થિત સૌનો સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ નો લાભ હાલ માં 55 જેટલા બહેનો ને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.. ભવિષ્ય માં હજુ નવી ભરતી હાથ ધરાશે.

કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના કો ઓર્ડીનેટર આરતીબેન અને રોજગારી નિર્માણ કાર્યક્રમ ના ઇન્ચાર્જ અસ્મિતાબેન ગોસ્વામી એ જહેમત ઉઠાવી હતી..
અંત માં.. જેનો લાભ આશરે 55 બહેનોએ લીધો હતો .આ લાભાર્થી બહેનો ને jio કંપની ઘેર બેઠા કામ આપી સંસ્થા ના મધ્યમ થી રોજગારી પૂરી પાડશે








