
મોરબી ની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે સારું કાર્ય કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે.જેમાં મોરબી ની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામી છે

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ સત્ર દરમ્યાન ઉત્તમ શૈક્ષણિક કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માનપત્ર આપવામાં આવતું હોય છે.જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24 ના પ્રથમ સત્ર દરમ્યાન મોરબી ની સભારાવાડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ કલોલાની પસંદગી કરવામાં આવી છે. જે બદલ મોરબી સી.આર.સી બાબુલાલ ડેલવાડીયા,એસ એમ અધ્યક્ષ મુળજીભાઈ પરમાર, શાળા ના આચાર્ય ભરતભાઇ બાવરવા,આસી શિક્ષક વિજયભાઈ દલસાણીયા ના હસ્તે પ્રતિભાશાળી શિક્ષક અંગેનું પ્રમાણપત્ર આપી શિક્ષક ગીરીશભાઈ પરસોતમભાઈ ક્લોલાનું સન્માન કરવામાં આવ્યું હતું.








