
લે ..બોલો ..હવે..આ બાકી હતું : હળવદ: માથક ગામની આંગણવાડીના બાથરૂમાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો.

હળવદના માથક ગામની આંગણવાડીમાંથી ૧૧ પેટી દારૂ ઝડપાયો હતો આંગણવાડી ખાતે સંચાલકે બાથરૂમમાં તાળું લગાવેલ જોયું હતું અને શંકા જતા પોલીસને જાણ કરી હતી ત્યારે બાથરૂમમાંથી ૧૧ પેટી ઈંગ્લીશ દારૂ રાખેલો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે લીધો છે આંગણવાડીના બાથરૂમમાં તાળું લગાવવામાં આવતું ના હોય અને તાળું જોતા સંચાલકને શંકા ગઈ હતી અને પોલીસે આવી બાથરૂમ ખોલી ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો બાળકો માટેની આંગણવાડી કેન્દ્રને પણ બુટલેગરોએ છોડ્યું નથી અને દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જોકે આંગણવાડી કેન્દ્રના સંચાલકની સતર્કતાથી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે ત્યારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે દારૂના પ્રકરણ મામલે હાલ હળવદ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.





