મોરબી બગસરા ગ્રામ પંચાયત દ્વારા ફરી એકવાર અલગ અલગ ત્રણ માંગણીને લઇને: ડીડીઓ કરી રજૂઆત

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના અંતરિયાળ ગામ તરીકે જાણીતા બગસરા ગામમાં લાંબા સમયથી અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા વખતો વખત રજૂઆત કરવામાં આવે છે અને તેની માંગણી મુદે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ફરી એકવાર અલગ અલગ ત્રણ માંગણીને લઇ જિલ્લા પંચાયતના અલગ અલગ ત્રણ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે

ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગામમાં આવેલી શાળામાં 230 વિધાર્થીઓની સંખ્યા છે જેની સામે માત્ર 5 શિક્ષકો જ ઉપલબ્ધ છે આ પાંચમાંથી બે શિક્ષકોને ચુંટણી કામ તેમજ બીજા સરકારી કામમાં જોતરી દેવાય છે તો એક પ્રિન્સીપાલ માત્ર વહીવટી કામગીરીમાંથી જ નવરા થઇ શકતા નથી જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોનો સમય અને અભ્યાસ બન્ને બગડી રહ્યો છે જેથી શાળામાં વહેલી કતકે શિક્ષકોને સરકારી કામથી છુટા કરવામાં આવે તેમજ શિક્ષકોની ઘટ્ટ લાંબા સમયથી હોય જેથી ત્યાં વધુ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે આ જ રીતે ગામના તલાટી મંત્રીની જગ્યા પણ લાંબા સમયથી ખાલી હોય જેના કારણે વારંવાર તલાટી મંત્રી ચાર્જ માં મુકવામાં આવે છે પરિણામે કામગીરી યોગ્ય રીતે થઇ શકતી નથી જેના કારણે અનેક કામ પેન્ડીંગ રહે છે આ કારણસર ગામનો વિકાસ અટવાયો છે જેથી આ મુદે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયત [પ્રમુખ અને જિલ્લા વિકાસ અધીકારીને પત્ર લખી રજૂઆત કરી છે અને વહેલી તકે તલાટી મંત્રીની નિમણુક કરવામાં આવે તેવી માંગણી કરી છે આ ઉપરાંત બગસરા ગામથી ભાવપર ગામને જોડતો મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો રસ્તો જર્જરીત હાલતમાં છે. રોડના અલગ અલગ જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અનેક વખત નાના મોટા અકસ્માત સર્જાઈ છે. જેના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે જેથી રોડનું વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા કરવામાં આવી છે








