NATIONAL

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પારુલે નેશનલ રેકોર્ડ તોડ્યો, પેરિસ ઓલિમ્પિક માટે કર્યું ક્વોલિફાય

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 સમાપ્ત થઈ ગઈ છે, જેમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં નેશનલ રેકોર્ડ તોડીને 11મું સ્થાન મેળવ્યું હતું. આ રેકોર્ડ સાથે પારુલે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.

ભારતની પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં 11મા નંબરે રહી હતી. તેણે 9 મિનિટ 15.31 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આ સાથે જ 3000 મીટર સ્ટીપલચેઝમાં, બ્રુનેઈના વિનફ્રેડ મુટીલે યાવીએ 8 મિનિટ 54.29 સેકન્ડ સાથે રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સિવાય કેન્યાની બીટ્રિસ ચેપકોચે 8 મિનિટ 58.98 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર જીત્યો હતો. આ ઉપરાંત કેન્યાની અન્ય ખેલાડી ફેથ ચોરોટિચ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યી હતી. ચોરોચિટે 9 મિનિટ 00.69નો પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર હાંસલ કરીને અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button