
મોરબીની પી,જી,પટેલ કોલેજમાં KARAOKE સ્પર્ધા યોજાઈ
પી.જી.પટેલ કોલેજ એટલે મોરબીની એવી કોલેજ કે જ્યાં પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓની આંતરિક અને સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે અભ્યાસની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓનું નિયમિત પણે આયોજન થતું જ રહે છે, જે અંતર્ગત પી.જી.પટેલ કોલેજમાં KARAOKE સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં કોલેજના તમામ ફેકલ્ટીના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો KARAOKE સ્પર્ધા માં પ્રથમ ક્રમે ભાઈઓ મા FYBBA માથી શનાવડા યશ એને બહેનોમા TYBBA માંથી રાવલ ફોરમ, દ્વિત્ય ક્રમે FYBCOM માંથી ફુલતરીયા આશા તથા તૃતિય ક્રમે FYBBA માંથી રાણપરા જીનલ રહ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કુશળ ગાયક હર્ષિતભાઈ શુક્લ કે જેઓ તાલુકા, જીલ્લા, ઝોન તેમજ રાજ્ય કક્ષાએ ગાયન સ્પર્ધામાં પ્રતિનિધત્વ કરી ચુક્યા છે તેઓએ વિશેષ સેવા આપેલી હતી
સ્પર્ધાના તમામ વિજેતાઓને પ્રમુખશ્રી દેવકરણભાઈ તથા આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.








