
વિસનગર કાંસા ખાતે ધી ફાર્મસ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી નો રજત જ્યંતિ મહોત્સવ સહિત નવીન મકાન તેમજ સેઇફ ડિપોઝીટ વોલ્ટનું ઉદ્ધાટન કરાયુ
સહકારીતા થી સમૃધ્ધીના ધ્યેય સાથે રાજ્યનું સહકારી માળખુ અન્યો માટે પ્રેરણારૂપ :-આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર કાંસા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ગરમિયામ ઉપસ્થિતિમાં ધી ફાર્મસ કો.ઓપ.ક્રેટીટ સોસાયટી લીમીટેડનો રજત જ્યંતિ મહોત્સવ તેમજ તેના નવીન મકાન અને સેઇફ ડિપોઝીટ વોલ્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ છે. તેમણે જણાવ્યું હતું કે સહકાર એક સામાજિક વ્યવસ્થા છે, જેનો હેતુ સમાજની દરેક વ્યક્તિને આર્થિક વિકાસ સાથે જોડવાનો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સહકારથી સમૃદ્ધિ’ની પરિકલ્પના કરી, સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમજ પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે.આ પ્રસંગે મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત સહકારી ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે તાલુકાના અધિકારીઓ,પદાધિકારીઓ,સહકારી અગ્રણીઓ તેમજ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા





