
ટંકારાના મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ અને મેઘપર ઝાલા-વાઘગઢ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

જે કેમ્પ આવતી કાલે સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ખાતે યોજાશે જે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટર દીપક મિશ્રા દાંતનાં રોગનાં નિષ્ણાંત, ડો.જયરામ પ્રજાપતિ કાર્ડિયોલોજિસ્ટ (હૃદયરોગના નિષ્ણાંત), ડો.સુલ્તાન ગુંગા ડાયાબીટીસ, બીપીના નિષ્ણાંત, ડો.આકૃવી બાવરીયા હાડકાનાં રોગ નિષ્ણાંત, ડો.બી.ઓ.દોશી જનરલ ફીઝીસિયન, ડો.ધ્રુવિશા સુદાની જનરલ પ્રેકટીસનર, ડો.જીતેન્દ્ર ઓઝા આંખના રોગના નિષ્ણાંત, ડો.સુરભી ભટ્ટી જનરલ પ્રેકટીસનર, ડો.ચિરાગ જોષી જનરલ પ્રેક્ટીસનર અને ડો.પૂજા બગડા જનરલ પ્રેકટીસનર દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેનાર દરેક દર્દીએ પોતાના રોગ અંગેની કોઈ જૂની ફાઈલ હોય તો તેને પણ સાથે લઈ આવી આવશ્યક છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.








