
મોરબીની પાનેલી શાળા દ્વારા ચંદ્રયાન-૩ની ભવ્ય સફળતાની ઉજવણી તથા ISROનો આભાર વ્યક્ત કરાયો

“મંજિલે અક્સર ઉંહી કો મિલતી હૈ, જિનકે સપનોમે જાન હોતી હૈ,.“પંખો સે કુછ નહી હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ” ઉપરોક્ત પંક્તિને ખરા અર્થમાં ચરીતાર્થ કરતી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO દ્વારા ચંદ્રયાન-૩ નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતા પૂર્વક ઉતરાણની અભૂત પૂર્વ સિધ્ધિની ભવ્ય ઉજવણી મોરબીતાલુકાની પાનેલી પ્રાથમિક શાળામાં કરવામાં આવી. જેમાં શાળાના તમામ બાળકો તેમજ શિક્ષકમિત્રો દ્વારા આતશબાજી સાથે અનેરા અંદાજમા સમગ્ર ટીમ ISROનો આભાર વ્યક્ત કરવામા આવ્યો. ‘ભારતમાતા કી જય’ અને ‘વંદેમાતરમ’ ના જયઘોષ સાથે શાળાનું વાતાવરણ ગૂંજી ઉઠ્યુ. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા , મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા પાનેલી ગામના સરપંચ ગૌતમભાઈ હડીયલ સહિત અન્ય ગ્રામજનોએ હાજર રહી ભારતીય વૈજ્ઞાનિકોને અભિનંદન સાથે કાર્યક્રમને બિરદાવ્યો હતો.તેમજ તમામ શિક્ષક સ્ટાફ મિત્રો સાથે ભવ્યતાભેર ગર્વ સાથે ISRO નો આભાર વ્યક્ત કર્યો હતો.





