
ચંદ્રયાન -૩ નું ચંદ્ર પર સફળતા પુર્વક લેન્ડિંગની ટંકારા ગ્રામ પંચાયત ના હોદેદારો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી

ચંદ્રાયાન -3 આંધ્રપ્રદેશ ના શ્રી હરીકોટા થી ૧૪ જુલાઈ ના રોજ બપોરે ૩ ને ૩૫ મિનિટે લોન્ચ થયેલ ” ચંદ્રયાન- ૩ “પુરા ૪૧ દિવસે સાંજે ૬ ને ૪ મિનિટે ચંદ્રના દક્ષિણ ભાગમાં સફળતાં પુર્વક ઉતરાણ કરતા ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન ને સફળતાં મળેલ હતી “ચંદ્રાયાન -૩”નું સફળતાં પુર્વક ચંદ્ર પર થયેલ લેન્ડિંગ અને ઈસરો ના વૈજ્ઞાનીક ની ભવ્ય સફળતા ની ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ટંકારા ગ્રામ પંચાયત ના પ્રાંગણમાં સરપંચ શ્રી ગોરધનભાઈ ખોખાણી,ઉપસરપંચ પ્રતિનિધી શ્રી હેમંતભાઈ ચાવડા, તલાટી કમ મંત્રી શ્રી હરદેવસિંહ જાડેજા, સદસ્ય શ્રી રસિકભાઈ, નિલેશભાઈ પટ્ટણી, સલીમભાઇ પટ્ટાવાળા, ખોડીદાસ વાઘેલા, અંકીત બકરાણીયા વગેરેએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.








