
મોરબી-રાજકોટ બાયપાસ હાઈવે રોડ પર કતલખાને લઈ જતા ૯ પશુઓને ગૌ-રક્ષકોની ટીમે બચાવ્યા

મોરબી હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ તથા ગૌરક્ષક કમાન્ડો ફોર્સના પ્રમુખ તરીકે કાર્યરત ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ૨૦ના રોજ તેમને બાતમી મળી હતી કે ટંકારા તરફથી આવતી આઇસર કાર GJ-03-AT-2234માં ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી છે. આ બાતમી મળતા જ ચેતનભાઇ અન્ય ગૌરક્ષકો સાથે મોરબી રાજકોટ બાયપાસ હાઈવે રોડ પર આવેલ નેક્ષસ સિનેમાની પાસે પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે વોચ ગોઠવી હતી.
જ્યાં બપોરના ૦૩:૦૦ વાગ્યે બાતમી અનુસાર આઇસર પસાર થયું હતું અને તેને અટકાવી આઇસરની તલાશી લેતા તેમાં ક્રૂરતાપૂર્વક ૮ ભેંસ અને ૧ પાડાને બાંધીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આઇસર ચાલકનું રિઝવાનભાઈ કાસમભાઇ માંડલિયા હોવાનું જણાવ્યું હતું તો આઈસરમાં જોતા ભેસ નંગ ૮ અને પાડા નંગ ૧ એમ કુલ ૯ ભેસોને ટુકા દોરડા અવળે બાંધી ક્રુરતા પૂર્વક એકબીજાને ઉપરા ઉપરી ખીચો ખીચ ભરેલ હોય અને તેમાં ધાસચારાની કે પાણીની વ્યવસ્થા ન હોય જેથી ગાડીમાં ભરેલ પશુ અંગે પૂછપરછ કરતા ટંકારા ખતા રહેતા સલીમભાઈ હાસમભાઈ અભરાણી એ ભેસો ભરી આપેલ હોય અને તે મહેસાણાના અંબાસણ ગામે લઇ જવાની હોવાનું જણાવ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે આરોપી રીઝવાન અને સલીમ બંને સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે





