INTERNATIONAL

રશિયાનું લૂના-25 સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ક્રેશ થયું

રશિયાનું લુના-25 અવકાશયાન ક્રેશ થયું છે. સ્પેસ એજન્સી રોસકોસમોસે જણાવ્યું કે શનિવારે સાંજે 05:27 વાગ્યાથી તેનો સંપર્ક તૂટી ગયો હતો. શનિવારે પ્રી-લેન્ડિંગ ઓર્બિટ બદલતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. લુના 21 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઊતરવાનું હતું.

રશિયન અવકાશ એજન્સી રોસકોસ્મોસે અહેવાલ આપ્યો કે લુના-25ના ફ્લાઇટ પ્રોગ્રામ મુજબ, અવકાશયાનને પ્રી-લેન્ડિંગ ભ્રમણકક્ષા (18 કિમી x 100 કિમી)માં પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 4.30 કલાકે આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, લૂના પર ઇમર્જન્સી કન્ડિશન બની ગઈ કેમ કે સ્પેસક્રાફ્ટ નક્કી કરેલા પેરામીટર પ્રમાણે થ્રસ્ટર ફાયર કરી શક્યું નહીં.

રશિયન અવકાશયાન લુના-25ની ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન શનિવારે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું કે લુના-25 વાહનની ભ્રમણકક્ષા બદલવા માટે થ્રસ્ટ જારી કરાયું, પરંતુ કટોકટીના કારણે ભ્રમણકક્ષા યોગ્ય રીતે બદલી શકાઈ નહીં. આ વાહન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. લુના 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઊતરશે.

ઉલ્લેખનીય છે કે રશિયાની મૂન મિશન સાથે ચંદ્રને એક્સપ્લોર કરવા મહત્ત્વપૂર્ણ રીતે પુનરાગમન કરી રહ્યું છે. 1976માં સોવિયેત યુગના લુના-24 મિશન પછી લગભગ પાંચ દાયકામાં પ્રથમવાર, 10 ઓગસ્ટે લુના-25 અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. તેણે ચંદ્ર માટે વધુ સીધો માર્ગ અપનાવ્યો છે. એવી સંભાવના છે કે આ યાન 11 દિવસમાં 21 ઓગસ્ટ સુધીમાં લેન્ડિંગનો પ્રયાસ કરવામાં સફળ થઈ જશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button