
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વસ્ત્રદાન શ્રેષ્ઠદાન : શ્રી સ્વામી વિવેકાનંદ ઉ. બુ વિદ્યાલય કુંડોલ( કાગડા મહુડા ) ખાતે વિધાર્થીઓ ને વસ્ત્ર દાન કરાયું

અંતરિયાળ અને અતિ પછાત વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉ. બુ વિદ્યાલય કુંડોલ( કાગડા મહુડા )તા. ભિલોડા જિ. અરવલ્લી માં આજરોજ સંચાલક શ્રી અને શાળા પરિવારના પ્રયત્નોથી દાતાશ્રી દ્વારા ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ નું દાન કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રી કમલેશભાઈ પટેલે ગરીબ બાળકોને વસ્ત્ર દાન કરવા બદલ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]








