
મોરબીમાં રવિવારે શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે
ધાર્મિક ઉત્સવ સમિતિ તથા સમસ્ત સીધી સમાજના સહયોગથી તા. ૨૦ ઓગસ્ટને રવિવારના રોજ શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા. ૨૦-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતે યોજાશે જે મહોત્સવ નિમિતે સવારે ૦૮ : ૩૦ કલાકે પુર્ણાહુતી પૂજા વિધિ, સવારે ૧૦ : ૩૦ કલાકે અખ્ખો-પજડા-આરતી-પલ્લવ તેમજ બપોરે ૧૨ થી ૦૨ : ૩૦ સુધી ભંડારો (પ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે

તે ઉપરાંત સાંજે પુર્ણાહુતી મહોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે યોજાશે જેમાં સાંજે ૦૫ : ૩૦ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૦૮ : ૩૦ કલાકે જ્યોતિ પરવાના અને રાત્રે ૯ કલાકે ભંડારો (પ્રસાદ) યોજાશે
ધાર્મિક મહોત્સવમાં સિંધી સમાજના દરેક ભાઈઓ – બહેનોએ પધારવા સિંધી જનરલ પંચાયત દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે








