
જામનગરના કર્મયોગીઓને બિરદાવાયા
વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82 જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરાયાં
જામનગર ( નયના દવે)
જામનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ 82 જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને કલેકટરશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.જેમાં NQAS અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, પ્રશંસનીય સેવા બદલ જિલ્લા હોમગાર્ડ, શિક્ષકશ્રીઓ, આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જી.જી.સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામ વંથલી, ઓસવાળ આયુષ હોસ્પિટલ, સેવીયર એવોર્ડ માટે 108 એમ્બ્યુલન્સ સેવા, શ્રેષ્ઠ કામગીરી બદલ જામનગર જિલ્લા પોલીસ, જિલ્લા માહિતી કચેરી જામનગર, વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ખેલાડીઓ તથા કલાકરો, બીપરજોય વાવાઝોડા દરમિયાન ઉમદા કામગીરી કરેલ અધિકારીઓ તથા કર્મચારીઓ, સરકારની વિવિધ જાણ કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા બદલ જિલ્લાના મહેસુલી કર્મચારીશ્રીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે મળી વિવિધ ક્ષેત્રના કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.સાથે સાથે સ્વામીત્વ યોજના હેઠળ તૈયાર થયેલ પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ સમગ્ર પણે અહેવાલ આપતા જીલ્લા માહિતિ કચેરીન સિનિયર સબ એડીટર પારૂલબેન કાનગળ અને વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ છે

@_____________________
bgb
journalist









