
ABVP મોરબી દ્વારા નગર દરવાજા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું
જય ભારત સાથે જણાવવાનું કે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે.
ABVP મોરબી શાખા દ્વારા 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી મોરબી ની આન બાન અને શાન નગર દરવાજા ખાતે સતત છેલ્લા 6 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધ્વજવંદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ABVP મોરબી શાખા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતીથી તરીકે સિરામિક વોલ ટાઇલ્સ એસોિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયાના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યુ. અને પોલીસ જવાનો અને ત્યાંના સ્થાનિક લોકો અને ABVP ના કાર્યકર્તાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું .
[wptube id="1252022"]