
૧૫ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
ભાયાવદર પો.સ્ટે ના અરણી ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૭ મો રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન ૧૫ મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં માનનીય શ્રી એમ.ટી.ધનવાણી મામલતદાર સાહેબ શ્રી ઉપલેટા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને કાર્યક્રમ મહેમાનો માનનીય શ્રી ભાવસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી બાળ વિકાસ યોજના અધિકારી સોનલ બેન વાળા.,તથા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં શ્રી પો.સબ. ઇન્સ શ્રી આર.વી.ભીમાણી સાહેબ ભાયાવદર પો.સ્ટે ના ઓ પરેડ કમાન્ડર રહેલ હતા. અને જયેશભાઈ જમાદારે રીસીવર્ડ કમાન્ડર રહેલ હતા. જવાનો તેમજ હોમગાર્ડ પ્લાતૂન તથા જીઆરડી પ્લટૂન જોડાયેલ હતા અને ગામના સરપંચ શ્રી પ્રફુલાબેન જયંતીભાઈ વૈષ્નાણી તથા શ્રી વિનોદભાઈ ચંદ્રવાડીયા ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ તથા ભીમાભાઇ ચાવડા ઉપલેટા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તથા જતીનભાઈ ભાલોડીયા મોટી પાનેલી ઉપસરપંચ તથા જયંતીભાઈ બરોચીયા ઉપલેટા શહેર માર્કેટિંગ યાર્ડ ચેરમેન તથા રાકેશભાઈ વૈશ્નાણી ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય તથા કાનાભાઈ ભારાઈ રબારી સમાજ આગેવાન તથા અરણી ગામના આગેવાનો તથા ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ વિગેરે હાજર રહેલા હતા. અને ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ૭૪ મો વન મહોત્સવ કાર્યક્રમ નું આયોજન વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા જેમાં વૃક્ષોનું જતન કરવું તેમજ વૃક્ષોની સંભાળ રાખવી વગેરે માહિતી આપવામાં આવેલ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વૃક્ષો ના રોપા નું વિતરણ કરવામાં આવેલ








