
રાણેકપર પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં 77 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગામ સમસ્ત ઉજવણી કરાઈ. ધ્વજવંદન કાર્યક્રમમાં “મેરી મિટ્ટી મેરા દેશ” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ.જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત, ડાન્સ, અભિનય, વક્તવ્ય તથા પિરામિડ જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળામાં ગયા વર્ષે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને તથા સો ટકા હાજર રહેતા બાળકોને સન્માનવામાં આવ્યા. સ્કૂલના રમેશદાતા આચાર્ય અનિલભાઈ પનારા અને સરપંચ હુસેન ભાઈ નું સન્માન કરાયું. રાણેકપર ગામના સરપંચ હુસેનભાઈ શેરસિયા દ્વારા લંચ બોક્સ ભેટમાં અપાયા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો તથા વાલીઓને ગામના તલાટી મંત્રી પી.એલ. સોલંકી દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો.

કાર્યક્રમના અંતે વાંકાનેર વન રેન્જ ઓફિસ સૌજન્યથી “ઘર ઘર વૃક્ષ” થીમ આધારિત ધો.5 થી 8. ના બાળકોને રોપાનું વિતરણ કરાયું. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કુબાવત નરેન્દ્રભાઈએ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અનિલભાઈ પનારા અશ્વિનભાઈ, રણજીતભાઈ, તથા અંજનાબેને ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નિહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








