તિરંગો આપણો માન દેશનું સ્વાભિમાન કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર નગરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ

રિપોર્ટર
અમિન કોઠારી
મહીસાગર
“તિરંગો આપણું માન દેશનું સ્વાભિમાન” કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર નગરમાં તિરંગા યાત્રા યોજાય
77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ” તિરંગો આપણું માન દેશનું સ્વાભિમાન” અંતર્ગત કાર્યક્રમને લઈને સંતરામપુર નગરમાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા ની અધ્યક્ષતામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું..
આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી શરૂ કરીને મુખ્ય બજાર ગોધરા ભાગોળ ચાર રસ્તા ભોયવાડા ટેકરી પ્રતાપપુરા સહિત નગરના વિવિધ વિસ્તારોમાં રેલી સમયાંતરે એક વિશાળ રાષ્ટ્રીય ધ્વજ ની સાથે ફેરી ફરી હતી.
જેમાં સંતરામપુર નગરના વિવિધ જાતિ અને ધર્મના લોકો આ રેલીમાં જોડાયા હતા મહીસાગર જિલ્લા નું પોલીસ તંત્ર તેમજ હોમગાર્ડ કમાન્ડર સાથે હોમગાર્ડ ની ટીમે “મેરા તિરંગા મેરા અભિમાન દેશ કા સ્વાભિમાન ”
આ તિરંગા યાત્રામાં પ્રાંત ઓફિસર સંતરામપુર ,મામલતદાર સંતરામપુર, ચીફ ઓફિસર ,તાલુકા વિકાસ અધિકારી , પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનો તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અસ્પાકભાઈ ભૂરા, શહીદ ભાઈબેંકર ,અસ્પાકભાઈ ખેડાપા વાલા ,લુકમાનભાઈ દાઉદ, ઈશાભાઈ મુલ્લાં,મયુદ્દીનભાઈ કાજી સહિત સમગ્ર મુસ્લિમ સમુદાયનું માનવ મહેરામણ ખૂબ જ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયું હતું.