
તારીખ 11-08-2023 ને શુક્રવારના રોજ લાલપુર તાલુકાના સેતાલુસ ગામે સેતાલુસ ગ્રામપંચાયત,સેતાલુસ પ્રાથમિક શાળા,સેતાલુસ વાડી શાળા અને વિવેકાનંદ વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત દેશના શહીદ વીરોનું સ્મરણ અને શ્રદ્ધાંજલી આપતો”મેરી મિટ્ટી મેરા દેશ” નો અવસર ગ્રામ પંચાયતના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા,જામનગર ડીવાયએસપી શ્રીમતી એન.બી ગોરડીયા મેડમ,પડાણા-મેઘપર ના પીએસઆઇ શ્રી બી.બી.કોડિયાતર સાહેબ,લાલપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.જે.મહેતા સાહેબ, નિયામક બાગાયત વિભાગ ના શ્રી એચ.પી.પટેલ સાહેબ,લાલપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી શ્રી મેશિયા સાહેબ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો,પૂર્વ સરપંચ સામતભાઈ ઠુંગા,ગ્રામપંચાયના સભ્યો,તલાટી કમ મંત્રી દિવ્યાબેન,ગ્રામજનો,સેતાલુસ પ્રાથમિક શાળા અને વાડી શાળા ના બાળકો,વિવેકાનંદ વિદ્યાલયના બાળકો,ત્રણેય શાળાના આચાર્યો તેમજ શિક્ષકો,પોલીસના જવાનો હોમગાર્ડ,આંગણવાડી કાર્યકરો,આરોગ્ય કાર્યકરો,દિવ્યાંગ બાળકોના શિક્ષક અને અન્ય સૌ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા,ડીવાયએસપી મેડમ શ્રીમતી એન.બી ગોરડીયા મેડમ અને પીએસઆઇ શ્રી બી.બી.કોડિયાતરના હસ્તે શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ તેમના દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું.કાર્યક્રમ શ્રી સેતાલુસ પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા અભિનય સાથે રજૂ કરેલા દેશભક્તિ ગીતો અને વિવેકાનંદ વિદ્યાલય દ્વારા સંગીત સાથે રજૂ કરેલા યોગ ના સમન્વયથી વધુ દિપી ઉઠ્યો હતો.સૌ આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણના સંવર્ધન અને પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપ્યો.

[wptube id="1252022"]





