
મોરબી:સુવર્ણ પ્રાશન નિઃશુલ્ક મહાકેમ્પ અને માર્ગદર્શન સેમિનાર
સાર્થક વિદ્યામંદિર મોરબી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ -રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે 15 ઓગસ્ટ (પુષ્ય નક્ષત્ર)મંગળવારના રોજ સુવર્ણ પ્રાશનનો મહા કેમ્પ તેમજ માર્ગદર્શન સેમિનાર યોજાશે

સુવર્ણ પ્રાસન એટલે શું ?
મંત્ર ઔષધી સુવર્ણ પ્રાશનમ સંસ્કાર શું છે ?
સુવર્ણ પ્રાશન કેવી રીતે બને છે?
સુવર્ણ પ્રાશન કોને પીવડાવી શકાય?
પીવડાવવાની રીત
સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્ર ના દિવસે વધુ અસરકારક કેમ છે? સુવર્ણ પ્રાશન થી મળેલા પરિણામો/અનુભવો
15 ઓગસ્ટ, મંગળવારે સુવર્ણ પ્રાશન પીવડાવવા માટે કેમ્પ સવારે 7.30 થી 11 વાગ્યા સુધી માર્ગદર્શન સેમિનાર સવારે 8.30 થી 9.30 સ્થળ સાર્થક વિદ્યામંદિર-મોરબી
ઉપરોક્ત તમામ મુદ્દાઓની છણાવટ સાથે માહિતી આપવામાં આવશે .ઉપરાંત 12 વર્ષ સુધીના બાળકો તેમજ સગર્ભા બહેનોને નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન પીવડાવવામાં આવશે .સાર્થક વિદ્યામંદિર મોરબી દ્વારા જાહેર જનતાને બાળકો માટે સુવર્ણ પ્રાશનનો લાભ લેવા તેમજ આ કાર્યક્રમમાં પધારવા નિવેદન છે.
સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા વિવિધ પ્રકારની ઔષધીઓ બનાવવામાં આવે છે. આ કેમ્પની સાથે સાથે વિવિધ પ્રકારની ઔષધીઓ પણ મળી રહેશે.








