
જેતપુરના ડેડરવા ગામે સગીરે અને ચાંપરાજપુર ગામે પરપ્રાંતિય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
જેતપુર પંથકમાં બે અપધાતના બનાવ બન્યા હતાં. જેમાં ડેડરવા ગામનો સગીર અને ચાંપરાજપુર ગામે રહેતો એક પરપ્રાંતિય બંનેએ પોતપોતાના ઘરે ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો
જેતપુરના ડેડરવા ગામે રહેતો સુજલ જયેશભાઇ મકવાણા ઉવ. ૧૭ નામનો સગીર આજે સવારે નિત્યક્રમ મુજબ સવારે ન ઉઠતા તેના પિતા જયેશભાઇ તેને ઉથડવા માટે ગયાં હતા. પરંતુ તેના રૂમનો દરવાજો બંધ દરવાજો ખાખડાવતા સુજલ કંઈ જવાબ આપતો ન હતો. જેથી દરવાજાની તિરાડમાંથી જોતા છત સાથે દોરી બાંધેલ હાલતમાં લટકતો હતો. જેથી તરત જ પાડોશીઓને બોલાવીને દરવાજો તોડી તેને સુજલને લટકતી દોરીએથી નીચે ઉતારી જેતપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો. જ્યાં ફરજ પરના તબીબે સુજલને તપાસી મૃત જાહેર કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં ચાંપરાજપુર ગામે રહેતો ચંદનકુમાર નંદલાલ સોની ઉ.વ ૨૭ નામનો મૂળ બિહારનો મજૂર યુવાને અગમ્ય કારણસર પોતાની ઓરડીમાં ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. પોલીસે આપઘાતના બંને બનાવમાં અમોતની નોંધ કરી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી.
અમુ સિંગલ જેતપુર









