
રાણેકપર પ્રાથમિક શાળામાં 11 ઓગસ્ટ ગોઝારા દિન મચ્છુ હોનારતની ડોક્યુમેન્ટ્રી પિક્ચર નિહાળી દિવંગતો ને શ્રદ્ધાંજલિ અપાઈ.

વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં ઘણા બધા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આજે 11 ઓગસ્ટ હોય આજથી 44 વર્ષ પહેલા મોરબીની મચ્છુ નદીએ જે વિનાશક પુર આવેલ હતું.જે વિનાશ વેરેલ હતો તેની ઝાંખી એટલે કે તેની ડોક્યુમેન્ટરી પિક્ચર નિહાળી. સૌપ્રથમ પ્રાર્થના સભામાં તેની માહિતી શિક્ષકો દ્વારા અપાઈ અને ત્યારબાદ આ ગોઝારા દિવસની યાદ તાજી કરતી “મચ્છુ નદી ની ખુવારી અને ખુમારી” ફિલ્મ બાળકોએ અને સૌ સ્ટાફગણ તથા તલાટી મંત્રીશ્રી પી.એલ.સોલંકીએ સાથે રહી નિહાળી. રાણેકપરમાં નોકરી કરતા શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવતે પણ અગાઉ મચ્છુ વિશે પ્રોજેક્ટ બનાવેલો હતો.તેનાથી પણ માહિતગાર કરાયા. આ કાર્યક્રમ દ્વારા મુખ્ય મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ.









