

તારીખ ૯ ઓગસ્ટ થી શરૂ થયેલ,મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આજરોજ, શિનોર પોલીસ દ્વારા, શિનોર મામલતદાર ની અધ્યક્ષતા માં, ફ્લેગ માર્ચ યોજાઇ હતી..
તારીખ ૯ ઓગસ્ટ થી આરંભાયેલ, મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત આજરોજ શિનોર તાલુકાના સેગવા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.. શિનોર મામલતદાર મુકેશભાઈ શાહ અને શિનોર PSI એ.આર.મહિડા ની અધ્યક્ષતા માં, પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા ફ્લૅગ માર્ચ યોજાઇ હતી જેમાં પોલીસ,જી.આર.ડી જવાનો, આનંદી હાઇસ્કૂલ ના વિધ્યાર્થી ભાઇ-બહેનો અને શૈક્ષણિક સ્ટાફે મોટી સંખ્યામાં હાજર રહી , ફ્લેગ માર્ચ કાર્યક્રમ માં ભાગ લીધો હતો..
ગુરુવાર ની સાંજે, શિનોર પોલીસ દ્વારા, સેગવા મુકામે યોજાયેલી ફ્લેગ માર્ચ સેગવા આઉટ પોસ્ટ થી શરુ કરી, ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત આવી વિસર્જિત કરાઇ હતી..
ફૈઝ…શિનોર
[wptube id="1252022"]





