
ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો.
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ,વાંસદા
આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાના જતન માટે વર્ષ ૧૯૯૪માં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, જેને આજે ૨૯વર્ષ પૂર્ણ થયા છે અને આદિવાસીઓમાં આવેલી જાગૃતિને સાથે આગેવાનો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવે છે. આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિનાસંવર્ધનનાજતનના સંદેશ
સાથે વાંસદાના કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપ રાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી નીકળી હતી. કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના પ્રમુખ ડૉ. પ્રદિપગરા સિયાસહિતનાનેતાઓનીઆગેવ જિલ્લામાં આદિવાસી સંગઠનોનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસીઓવાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતાહનુમાનબારી સર્કલ પાસે પહોંચ્યા હતા અને ત્યાં ચક્કા જામ કરવામાં આવ્યો હતો
.
અનંત પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આદિવાસીઓ પર થતા અત્યાચારને લઈને ધારાસભ્યએ નારાજગી દર્શાવી હતી તાજેતરમાં થયેલા મધ્યપ્રદેશ, મણીપુર જેવા રાજ્યોમાં આદિવાસી ભાઈ બહેનો પર થતા અત્યાચારને લઈને ધારાસભ્યએ સરકારને આડે હાથ લીધી હતી. સરકાર આદિવાસીઓનું સાંભળતી ન હોવાના આક્ષેપો પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતો.






