સોમનાથ શોપિંગ સેન્ટર ના વેપારીઓ અચોક્કસ મુદત ની હળતાલ અને ધરણાનો હાલ પૂરતો અંત આવ્યો

સોમનાથ શોપિંગ સેન્ટર ના વેપારીઓ અચોક્કસ મુદત ની હળતાલ અને ધરણા પર બેસી ગયા હતા.વેપાર કરતાં તમામ વેપારી ને પોતાના ધંધા રોજગાર પર પરત ફરિયા ધંધા રોજગાર ફરી ધમધમતા કર્યા
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર ની છેલ્લા દસ બાર દિવસ થી વિવિધ માંગણીઓ અને સોમનાથ દર્શનાર્થે પધારતા ભાવિકો ને દર્શન કરી બહાર નીકળવા નો રસ્તો જે જુના સોમનાથ મંદિર ની સામે હતો. તે રસ્તો, અનધડ નિર્ણયો ના કારણે બંધ કરવા માં આવ્યો હતો. જેથી જુના સોમનાથ માં જતાં દર્શનાર્થીઓ તેમજ સોમનાથ માં વસતા સ્થાનિક વેપારી, રેંકડી, ફુલહાર, શ્રમજીવીઓ ના અસ્તિત્વ અને રોજીરોટી ને માઠી અસર થઈ હતી. આ મુદ્દા ને લઈ સોમનાથ શોપિંગ સેન્ટર અચોક્કસ મુદત ની હળતાલ અને ધરણા પર બેસી ગયા હતા.જિલ્લા ના ન્યાય પ્રિય રાજવી, અને માનવતાવાદી માનનીય SP મનોહરસિહ જાડેજા રજા પર થી પરત ફરતા ની સાથે જ કેસ હાથ માં લીધો હતો. અને પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢી, સ્થાનિક લોકો ની સમસ્યા અને રોજીરોટી માટે વ્હારે આવ્યા હતા.તેઓ એ પ્રાંત અધિકારી, PI પાટણ, SOG, LCB, અને ટ્રસ્ટ ના અધિકારી ઓ ને તેમજ અન્ય અધિકારી ને સાથે રાખી સંયુક્ત મિટિંગ શોપિંગ સેન્ટર ના આગેવાનો સાથે કરી હતી.*
મિટિંગ માં તમામ સમસ્યાઓ અને રજુઆત ને શાંતિ થી સાંભળી લાગતા વળગતા અધિકારી ને યોગ્ય સૂચન કરી, સુખદ નિરાકરણ લાવ્યું હતું. અને એકઝીટ ગેટ અંગે જરૂરી કાગળો ની પ્રક્રિયા અને મેન્યુલ ફેરફાર માટે પાંચ દિવસ માં જુના સોમનાથ સામે થી એકઝીટ ગેટ ખોલી આપવા ઉપર લેવલે ચર્ચા કરી ખોલી આપવા બાહેંધરી આપી હતી. અને સોમનાથ ખાતે વેપાર કરતાં તમામ વેપારી ને પોતાના ધંધા રોજગાર પર પરત ફરવા અપીલ કરી હતી.*
જેથી આજ થી સોમનાથ ના તમામ સ્થાનિક વેપારીઓ એ SP ગીર સોમનાથ ના આદેશ ને માન આપી પોતાના વ્યાપાર ધંધા ચાલુ કરેલ છે.
સોમનાથ શોપિંગ કમિટી મેમ્બર્સ એ શોપિંગ સેન્ટર ની સમસ્યાઓ માં સાથ આપનાર તમામ વેપારીઓ રેંકડી, ફુલહાર, તેમજ નાના મોટા જે કોઈ એ સાથ આપ્યો છે. એ તમામ સમાજ ના આગેવાનો, ખાસ કે પત્રકાર મિત્રો, ટીમ SOG, ટીમ LCB જેવા અનેક લોકો નામી અનામી એ સહકાર આપ્યો છે. એ બધા નો દિલ થી આભાર વ્યક્ત કર્યો છે
તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










