MORBITANKARA

જાતિવાદ ચરમસીમાએ!!? મોરબીમાં પાણી ભરવા મુદ્દે અનુ.જાતિ બાળકને માર પડ્યો

જાતિવાદ ચરમસીમાએ: મોરબીમાં પાણી ભરવા મુદ્દે અનુ.જાતિ બાળકને માર પડ્યો

(અહેવાલ: જયેશ બોખાણી)

ગુજરાત દિન-પ્રતિદિન દલિત અત્યાચારો સામે આવવાની ઘટના બનતી હોય છે. ત્યારે મોરબી જિલ્લામાં સવર્ણોના RO ફિલ્ટર પ્લાન્ટમાં અનુ.જાતિ બાળક પાણી ભરવા જતા ગામના જ શખ્શે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે શખ્શ વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે અનુ.જાતિ મેહુલ ચાવડા નામનો બાળક સવર્ણોના RO ફિલ્ટર પ્લાન્ટના પરબે પાણી ભરવા જતા ગામના જ છત્રપાલસિંહ ઉર્ફે સતો ઇન્દુભા ઝાલા નામના શખ્શે “આ પાણી સવર્ણો માટેનું જ છે અહીં પાણી ભરવા આવવું નહીં” કહીં મેહુલ ચાવડા નામના બાળકનું માથું દિવાલ સાથે ભટકાડ્યું જ્યારે બાળકના પિતા પરેશભાઈ ચાવડા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી જાતિ પ્રત્યે હડધૂત કરી પરેશભાઈના ખિસ્સામાં રહેલ બારસો રૂપિયાની લુંટ ચલાવી શખ્શ નાશી છુટ્યો હોવાની ટંકારા પોલીસ મથકે પરેશભાઈ ચાવડાએ આરોપી છત્રપાલસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પોલીસે એટ્રોસીટી એક્ટ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહીતી મુજબ બાળકને માર માર્યો હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દલિત સમાજના આગેવાનો દોડી આવ્યા હતા. અને જાતિવાદ મુદ્દે દલિતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને દલિત આગેવાને જન આંદોલન કરવાની ચીમકી આપી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button