GUJARATMORBI

ખેતીવાડી વિભાગની સહાય માટે ૭મી ઓગસ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

ખેતીવાડી વિભાગની સહાય માટે ૭મી ઓગસ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

ખેતીવાડી વિભાગની ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ જેવી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણના સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોનો લાભ લેવા ઈચ્છુક મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી તા.૭મી ઓગસ્ટથી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તેવા હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતો ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૦૭-૦૮-૨૦૨૩, સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકેથી ખેડૂતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button