DEVBHOOMI DWARKAKHAMBHALIYA

યોગ કેન્દ્ર ખંભાળિયા ખાતે “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઇ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ કે અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી ૧ ઓગસ્ટથી ૭ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવે છે.

         આજરોજ યોગ કેન્દ્ર, ખંભાળીયા ખાતે “મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે પોસ્ટર મેકિંગ સ્પર્ધા તથા વાનગી સ્પર્ધાના  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પદાધિકારી મહિલાઓ દ્વારા પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં વિજેતા બહેનોને તથા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોનું શાલ ઓઢાડી સન્માન કરી ઇનામ તથા કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

     આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી.ધાનાણી,  અગ્રણીશ્રી પ્રતાપભાઇ પિંડારીયા તથા આઇ.સી.ડી.એસના કર્મચારીઓ ઊપસ્થિત રહ્યા હતા. તથા  સમસ્ત કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ICDS-સી.ડી.પી.ઓ કચેરી અને નયારા કંપની પ્રોજેકટ તૃષ્ટિનાં સંકલનથી કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button