GUJARATMORBI

મહેન્દ્રનગર ગામ ની સીમમાં સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા 

મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ સનફીલ્ડ સીરામીકના સેડમાં જુગાર રમતા કુલ-૬ ઇસમોને રોકડા રૂપીયા, મોબાઇલ સહીત કુલ રૂ-૧,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી.

રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી, મોરબીના પો.હેડ.કોન્સ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને અગાઉથી હકિકત મળેલ કે, ધર્મેશભાઇ જગજીવનભાઇ પટેલ રહે. શનાળા બાયપાસ રોડ, યદુનંદન સોસાયટી મોરબી વાળાએ મોરબી જુના ઘુંટુ રોડ મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલ જુના સનફીલ્ડ સીરામીકમાં ભાડેથી સેડ રાખી સેડના પાછળના ભાગે ટાઇલ્સના બોકસની આડસ કરી તેમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડા રૂ.૧,૨૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ મળી કુલ કી.રૂ. ૧,૫૬,૫૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

(૧)ધર્મેશભાઇ જગજીવનભાઇ કૈલા  (૨)અલ્પેશભાઇ હરીભાઇ વસાણીયા  (૩)કમલેશભાઇ કરશનભાઇ વરસડા  (૪)ચેતનભાઇ મગનભાઇ કાસુન્દ્રા ( ૫)અશ્ર્વિનભાઇ છગનભાઇ કાવર (૬)રાજેશભાઇ પ્રાગજીભાઇ કાસુન્દ્રા

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી, / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button