ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીનાબેન પાટીલની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૧/૦૮/૨૦૨૩
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની બદલી થતાં તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે તેઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી,કલેક્ટર તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા સહિત પોલીસ અધિકારીઓ તેમજ શહેર અને જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે એસ.પી.ડો. લીના પાટિલે તેઓના ભરૂચના કાર્યકાળ દરમ્યાનના સંસ્મરણો વાગોળ્યા હતા. ત ઓ પોલીસકર્મીઓએ જીપને દોરડા વડે ખેંચી ડો.લીના પાટીલને અનોખી રીતે વિદાય આપી હતી








