AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(GSRTC)એ એસટી બસના ભાડામાં વધારો કર્યો

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(GSRTC)એ 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. પરિણામે મુસાફરોએ હવે એસટી બસમાં મુસાફરી કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. લોકલ, એક્સપ્રેસ અને નોન એસી સ્લીપર બસના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલમાં 16 પૈસા, એક્સપ્રેસમાં 17 પૈસા અને નોન એસી સ્લીપરમાં 15 પૈસા પ્રતિ કિલોમીટર ભાવ વધારો કરાયો છે. એસટી બસના ભાડામાં વધારો કરાતા લાખો મુસાફરોએ રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. નવો ભાવ વધારાનો અમલ આજ મધરાતથી લાગુ થશે.

સરકારે પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે, વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે જેથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. એસટી નિગમે નવા ભાડાના દરો પણ જાહેર કર્યાં છે. જેમા એસટીના ભાડામાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button