GUJARATMORBIWANKANER

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીનું અભિવાદન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીનું અભિવાદન

વાંકાનેર, તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે નવ નિયુક્ત થયેલ મહારાજા કેસરીદેવસિંહજીનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં વાંકાનેર સહિત મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડો.લાભુબેન કારાવદરા સુરેન્દ્રનગર અને મોરબી વિભાગના મહિલા સંગઠન મંત્રી દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ જિલ્લા ટીમ,અશોકભાઈ સતાસિયા અધ્યક્ષ વાંકાનેર, મનીષભાઈ બારૈયા રાજ્ય પ્રતિનિધિ,મંગુભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરસિંહ બીઆરસી કો.ઓર્ડીનેટર વાંકાનેર હસમુખભાઈ પરમાર પ્રમુખ વાંકાનેર તાલુકા શિક્ષક મંડળી ડાયાલાલ બારૈયા અધ્યક્ષ ટંકારા અભયભાઈ ઢેઢી ઉપાધ્યક્ષ મહાસંઘ- ટંકારા વગેરે લોકોએ ફુલહાર,સાલ, મોમેન્ટો દ્વારા અભિવાદન કર્યું હતું આ પ્રસંગે દિનેશભાઈ વડસોલાએ મહારાણા કેસરીદેવસિંહજીના કાર્યો એમના વ્યક્તિત્વ વિશે સુંદર વાતો કરી હતી અને એમની રાજ્યસભાના સાંસદ તરીકેની વરણીને આવકારી હતી.મહારાજા કેસરીદેવસિંહજીએ પણ પોતાના પ્રતિભાવ જણાવ્યું હતું કે *શિક્ષકો દ્વારા જ ભારતના ભવિષ્યનું ઘડતર થાય છે ત્યારે હું પણ એક વખત આપના જેવા જ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવ્યું છે,આવો આપણે સૌ સાથે મળી વાંકાનેર અને મોરબી પંથકના વિકાસમાં સહભાગી બનીએ અને ભારતના ભવ્ય નિર્માણમાં સિંહફાળો આપીએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ,સુવ્યવસ્થિત અને સફળ સંચાલન કૌશિકભાઈ સોનીએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન મહાવીરસિંહ ઝાલાએ કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button