
વાંકાનેર:તાલુકા પંચાયતમાં TDO ની મંજૂરી વગર મંડપ રોપણ કોણે કર્યું?
વાંકાનેર:તાલુકા પંચાયતના પટાંગણમાં રંગેચંગે મંડપ નાખવામાં આવી રહ્યો છે પરંતુ આ મંડપ નાખવા માટે તાલુકા પંચાયતના અધિકારીની કોઈ મંજૂરી પણ લેવામાં આવી નથી તેમજ તાલુકા પંચાયત સરકારી મિલકત કહેવાય સરકારી મિલકતનો કોઈપણ જાતની રોકટોક વગર આ રીતે ઉપયોગ કોણ કરી રહ્યું છે એ પણ પ્રશ્ન છે?
ભાજપના જ કોઈ મંત્રી કે મિનિસ્ટરનાં જોરે વગર આ શક્ય નથી તેવી પણ લોકચર્ચા જાગી રહી છે.

આ અંગે વાંકાનેર તાલુકા પંચાયત અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મંડપ કોણ નાખી રહ્યું છે એ વિશે તેમને કોઈ ખ્યાલ નથી.TDO ની મંજૂરી વગર સરકારી મિલકતનો ગેરકાયદેસર ઉપયોગ કરવો તેમજ આ સમગ્ર ઘટના TDO ને જાણ હોવા છતાં હજુ સુધી TDO દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય એ પણ યક્ષ પ્રશ્ન છે?
ત્યારે જોવાનું રહ્યું કે TDO હવે આગળની કોઈ કાર્યવાહી હાથ ધરે છે કે પછી સત્તા આગળ મુક દર્શક મૂકી રહેશે! એ તો હવે આવનાર સમયમાં જ ખ્યાલ આવશે!








