INTERNATIONAL
પાકિસ્તાનમાં ઇસ્લામિક રાજકીય પક્ષની બેઠકમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૫ લોકો માર્યા ગયા

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે ઇસ્લામિક રાજકીય પક્ષની બેઠકમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૩૫ લોકો માર્યા ગયા હતા અને અન્ય ૧૫૦ ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે બજૌરના ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના કાર્યકર્તા સંમેલનમાં વિસ્ફોટ થયો હતો.
પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બચાવ ટુકડીના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું હતું કે પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘાયલોની સંખ્યા ઘણી વધુ હોવાથી મરણાંક ઘણો વધવાની શક્યતા છે.

[wptube id="1252022"]





