

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ખાતે ઈસ્લામિક મહિના મોહરમના દશમાં ચાંદ (એટલે ૧૦મી તારીખ) નાં મોહરમ નાં રોજ મુસ્લિમ સમાજના લોકો નિયાજ (પ્રસાદ) સ્વરૂપે ઠડા પીણા, શરબત, કોલ્ડરિંગ, વગેરે વહેંચવામાં આવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે ઇસ્લામી મહિનાનો પહેલો અને છેલ્લો બંને મહિનો કુરબાની (ત્યાગ, બલિદાન) નો સંદેશો આપે છે, આ મહિનાઓ ઉપરથી બોધપાઠ લઇ મુસલમાનોએ શહિદે આઝમ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇબ્રાહિમ અલેયહીસ્સલામ અને ઇસ્માઇલ અલેયહીસ્સલામની સુન્નતો (જીવન ચરિત્ર) ઉપર અમલ કરવો જોઈએ, ઇમામ હુસેન રદીયલ્લાહુ અન્હુ અલ્લાહ તઆલાના છેલ્લા પયગમ્બર ( દૂત, સંદેશાવાહક, નબી ) મુહમ્મદ સાહેબના નવાસા-પૌત્ર થાય છે. અને ઇમામ હુસેન ના માતા હજરત ફાતિમા કે જેઓ પોતાની તમામ અવલાદ માં પયગમ્બર મુહમ્મદ સાહેબને સૌથી પ્રિય હતા. મોહરમ મહિનાનો મહિમા -મહત્વ ઇમામ હુસેન રદીયલ્લાહુ અનહુની શહાદતના વાકીયો છે. કે આ મહિનાનો અરબવાસીઓ ઈજ્જત કરતા આવ્યા છે. અને મુસ્લિમ સમાજના લોકો આ દિવસ નો રોજો પણ રાખે છે.
શુ છે મોહરમની અસલી હકીકત ? શા માટે કરબલાનું યુદ્ધ થયું ?
યઝીદ એક ઐય્યાશ બાદશાહ હતો, તે સમાજમાં એવા નિયમો લાગુ પાડવા માંગતો હતો કે જેનાથી સમાજમાં દુષણો ફેલાય, જેથી ઇમામ હુસૈન અને તેમના ૭૨ જાનીશાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી અને સત્તા લાલચુ બાદશાહ સામે ન ઝૂકી તેની ખીલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધુ પસંદ કર્યું અને યઝીદના ૨૨ હજારના લશ્કર સામે ૭૨ જાનીસાર છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને અંતે હિજરી સને ૬૧ની મુહરર્મ મહિનાની ૧૦મી તારીખે શહિદી વહોરી ઇસ્લામને અને ઇસ્લામના નિયમોને બચાવી લીધા અને ઇસ્લામના સિદ્ધાંતોને હમેશ માટે ઉજાગર કર્યા, અને લોકોને શંદેશો આપ્યો કે અન્યાય સામે કદી ઝુંકવું નહી ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં શહીદ થતા પણ અચકાવવું જોઈએ નહીં. જેથી જ આજે દશમી મોહરમે ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરવામાં આવે છે અને તેમની યાદમાં ૧૦મી મોહરમ અશુરાના દિવસે કુરઆન પઠન, ગરીબોને જમાડવા, પાણી, શરબત અને ઠંડા પીણા વહેચવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે, તદુપરાંત ૯ મી અને ૧૦ મી મોહરમના દિવસે રોઝા રાખવાનો પણ ખૂબ મહિમા છે, આજથી કરબલાના શહીદોની યાદમાં દરેક મસ્જિદ, મોહલ્લા, શેરીઓમાં કુરઆન પઠન, અને તકરીર (પ્રવચન) જેવા ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં આવે છે. અને ભારત સહિતના દેશોમાં તાજીયા બનાવવામાં આવે છે.હજરત ઈમામ હુસેન અને ઈમામ હસન રદીયલ્લાહુ અન્હુ વિશે ઈસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર અને સદેશાવાહક મુહમ્મદ સાહેબે કહ્યું કે “હસન અને હુસેન જન્નતી નવજુવાનોના સરદાર છે.”
ફૈઝ ખત્રી…શિનોર





