GIR SOMNATHGIR SOMNATH

સોમનાથના સાનિધ્યમા ઉમીયાધામ ખાતે ગુજરાતભર માથી 700 થી વધુ પરિવારો દ્રારા વિશ્ર્વ કલ્યાણ માટે અખંડ રામધૂન નુ ભવ્ય આયોજન

“રામનામ કે હીરેમોતી મે બીખરાઉ ગલીગલી ” આ વાક્યને સાથઁક કરતા રાજકોટ જીલ્લાના અને મૂળ પડધરી ગામના રહીશ બાબુભાઇ ગોપાણી દ્રારા સંત નાથાબાપા દ્રારા છેલ્લા 46 વષઁથી શરુ કરાયેલ અખંડ રામધૂન નો પ્રચાર અને પ્રસાર માટે દરેક ધામીઁક સ્થળો પર જઈ રામનામની અખંડ રામધૂન ની જ્યોત સતત ચાલુ રાખી છે બાર જ્યોતિર્લિંગ મા જઈ અને દરેક જગ્યાઓ પર અખંડ રામધૂન કરવાનો સંકલ્પ લઈ ને નીકળેલ બાબુભાઇ પટેલ સાથે ગુજરાતભરમાથી વિવિધ વિવિધ સમાજના 700 થી વધુ પરિવારો સોમનાથ ના સાનિધ્ય મા ઉમીયાધામમા પધાર્યા છે અને અખંડ રામધૂન નો પ્રારંભ કરેલ છે . જેમા ધનાઢ્ય પરીવારના લોકો પણ પરીવાર સાથે જોડાયા છે . અને પોતાની જાતે જ સામાન્ય પરીવારની જેમ દેશીચુલામા રસોઇ બનાવી અને બધાને જમાડે છે . રામનામ કોઇ સાધારણ વસ્તુ નથી .હિન્દુ ધર્મ ના ચારધામમા આ અખંડ રામધૂન કરીને આજે સૌરાષ્ટ્ર ના બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમા અખંડ રામધૂન શરુ કરેલ છે .વિશ્ર્વમા હરીનામથી વિશ્ર્વનુ કલ્યાણ થાય અને વિશ્ર્વ કલ્યાણ અર્થે આ અખંડ રામધૂન શરુ કરેલ છે જેમા સાસંકૃતિક કાર્યક્રમ પણ યોજાય છે રાસગરબા , કાનગોપી રાસ , દેવીદેવતાઓના વેશભૂષા સાથે ધામીઁક કાયઁક્રમ સહીતનો આનંદ કરવામા આવી રહ્યો છે .હાલ અધીક માસના સંયોગ વચ્ચે સોમનાથ ના સાનિધ્ય મા અખંડ રામધૂનનો અદભૂત સંગમ સમગ્ર વાતાવરણ રામમય બનતુ જોવા મળ્યુ છે છેલ્લા 15 વર્ષ થી રસીલાબેન અને તેમનો પરીવાર આ અખંડ રામધૂન મંડળ સાથે જોડાયેલ છે અને ભારતની કોઇપણ જગ્યાઓ પર તે હાજરી આપી પોતાની જાતને ધન્ય ગણાવે છે . અખંડ રામધૂન અવિરત 46 વષઁ થી પણ વધુ સમયથી હિન્દુ ધર્મ ના દરેક જગ્યાઓ પર ચાલી રહેલ છે જેમા વિવિધ સમાજ ના દરેક પરિવારો જોડાય છે જેમા આયોજક દ્રારા સુંદર રહેવાની , જમવાની વ્યવસ્થાઓ કરવામા આવે છે .આજની આધુનીક અને ટેકનોલોજી યુક્ત યુવાપેઢી ઓ ધમઁથી લુપ્ત થઈ અને ડીજીટલ યુગમા જીવી રહી છે તેમનામાટે તો આ હરીનામ અખંડ રામધૂન એક ઓકિસજન સમાન છે .પરીવારની મર્યાદા, સંસ્કારનુ સિંચન , ધમઁનુ જ્ઞાન આ સહીતની સિધ્ધિઓ અહીથી પ્રાપ્ત થાય છે .

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button